સુરતના હજીરા વિસ્તારમાં રસ્તા વચ્ચે આડેધડ વાહનો પાર્ક કરવાના કારણે ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય હતી.સોમવારે સવારે અગિયાર કલાકના સમય દરમ્યાન ઉદભવેલી.આ પરિસ્થિતિનો સામનો સામાન્ય વાહન ચાલકોએ કરવાનો વારો હતો.જ્યાં વાહનોની લાંબી લાંબી કતાર જોવા મળી હતી.કલાકો સુધી વાહન ચાલકો ટ્રાફીકમાં અટવાતા ટ્રાફિક પોલીસ ની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો.જ્યાં તાત્કાલિક આવા વાહન ચાલકો સામે કાર્યવાહીની માંગ કરી હતી.