આજે તારીખ 04/09/2025 ગુરુવારના રોજ સાંજે 6.30 કલાક સુધીમાં દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજાની દાહોદ જિલ્લામાં નિયુક્તિ થયા બાદ પ્રથમ વખત દેવગઢ બારિયા પોલીસ સ્ટેશનની વિઝીટ કરવામાં આવી હતી. દેવગઢ બારિયા ખાતે ઉજવાતા ગણેશ ઉત્સવ તેમજ ઈદે મીલાદ માટે શાંતિ સમિતિની એક મીટિંગ યોજી હતી. આજની મીટીંગમાં દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક એ ગણેશ ઉત્સવનો મહિમા અને તેની જે પરંપરા છે તેને જાળવી રાખી ઉત્સવ મનાવવા હાકલ કરી હતી.