મુળી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાજેતરમાં નવનિયુક્ત થયેલા તાલુકા કોંગ્રેસ પ્રમુખનો ઔપચારિક સન્માન સમારંભ યોજાયો હતો. કાર્યકર્તા સંમેલનમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ અવસરે સંગઠનને વધુ મજબૂત બનાવવા, નવા કાર્યકર્તાઓને જોડવા અને આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખી વ્યૂહરચનાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.