ધારગણી ગામે રહેતા એક યુવકે વ્યાજ પૈસા લીધા હતા. જેનું વ્યાજ ચૂકવી ન શકતાં ઇસમોએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. બનાવ અંગે રવીભાઈ ભૂપતભાઈ મોલાડીયા (ઉ.વ.૨૩)એધારીના ખંભાળીયા ગામના મહેશભાઈ બોરીચા તથા જયવીરભાઈ હકુભાઈ વાળા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, આરોપીઓએ ૧૭ ટકાના વ્યાજે કટકે કટકે રૂ.૨,૫૦,000 આપ્યા હતા. જેના વ્યાજ પેટે તેમણે આરોપીઓને રૂ.૫,૭૦,૦૦૦/કટકે કટકે ચૂકવ્યા હતા. છતા આરોપીઓએ વ્યાજનું વ્યાજ ગણી હતું..