આ કામના આઇસર ટેમ્પો ચાલક પોતાના કબજાની આઇસર ગાડી CG 15 DZ 9459 નંબર ની ગાડી લઈ ડભોઇ તરફથી આવતા હોય અને બંજેઠા ઉતાવળી ચોકડી ક્રોસ કરી તિલકવાડા દેવલ્યા તરફ જવા નીકળ્યા હોય ત્યારે પહાડ ગામ નજીક આવેલી અશ્વિન નદીના બ્રિજ પાસે આવતા ગાડી નો ચાલક અચાનક ગાડી ના સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવી દેતા કોથળા ભરેલી ગાડી બ્રિજ ઉપર પલટી જતા અકસ્માત સર્જાયો હતો સદનસીબે આ અકસ્માતમાં કોઈપણ જાનહાનિ થવા પામી નથી પરંતુ ગાડી પલટી જતા ગાડીમા નુકશાન થયું હોવાનું જાણવા મળેલ છે