અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા મળી હતી જેમાં શહેરના જશોદાનગર વિસ્તારમાં એસ્ટેટ વિભાગ દ્વારા દુકાન તોડવાની કામગીરી દરમિયાન મહિલા દ્વારા કરવામાં આવેલા આત્મવિલોપનને લઈને વિપક્ષ કોંગ્રેસ દ્વારા જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવાની ઉગ્ર માગ કરી હતી. પીડિતને વળતર આપવા અને જે પણ જવાબદાર હોય તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાની ઉગ્ર માગ સાથે કોંગ્રેસના કોર્પોરેટરોએ ઉગ્ર રજૂઆત કરી હતી.