મહિધરપુરા વિસ્તારમાં 15 ઓગસ્ટના રોજ મળસ્કે ના બેથી અઢી વાગ્યા ના સમય દરમિયાન રાજ જયસ્વાલ ની હત્યા કરી નાખી હતી.હત્યા બાદ પોલીસે આરોપી આકાશ સોનવણે ની ધરપકડ કરી હતી.કોર્ટમાં રજૂ કરી એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.જે બાદ આરોપીને સાથે રાખી ઘટનાનું રિ કન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.આરોપી પાસેથી એક ઓટો રીક્ષા અને ઘાતક હથિયાર પણ કબજે કરાયું હતું. જ્યાં આરોપીની જાહેરમાં સરભરા પણ પોલીસે કરી હતી.