ગોધરા શહેરમાં મુખ્ય માર્ગોની બિસ્માર હાલતને લઈને શહેરીજનો તીવ્ર હાલાકીનો સામનો કરી રહ્યા છે. વિવિધ વિસ્તારોમાં પડેલા મસ મોટા ખાડાઓને કારણે વાહનચાલકો અને રાહદારીઓ અકસ્માતનો ભય સેવી રહ્યા છે, અને શહેરીજનો તંત્રની બેદરકારીથી પરેશાન છે. આ અંગે સામાજિક કાર્યકર આશિષ કામદારે પ્રતિક્રિયા આપી અને માર્ગ પર ના ખાડા વ્હેલી તકે પૂરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે