ભાદરવી પૂનમના મહામેળા નિમિત્તે અંબાજી જતા લાખો શ્રદ્ધાળુઓ માટે એક સારા સમાચાર છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પદયાત્રીઓની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વર્ષે, યાત્રાળુઓને કોઈપણ પ્રકારની અગવડતા ન પડે તે માટે ઠેર ઠેર સેવા કેમ્પો શરૂ કરવામાં આવ્યા છે.વિસનગરના કડા હાઇવે રોડ પર આવેલી દર્શન હોટલ સામે પણ એક ખાસ કેમ્પ શરૂ કરાયો છે. અહીં પુરુષો અને મહિલાઓ માટે અલગ અલગ શૌચાલય અને ગરમ પાણી સાથે નહાવાની સુવિધા ઉપલબ્ધ છે.