કુડસદ ગામમાં આજે ગ્રામસભા યોજાઈ હતી. સરપંચ યોગેશ પટેલ, ઉપસરપંચ મહેમૂદ ડાભી અને તલાટી કમ મંત્રી હસમુખ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી સભામાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગ્રામસભામાં ગામના વિકાસ સંબંધિત અનેક મહત્વના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી. આકારણીના મુદ્દાઓ, ગામના તળાવનો વિકાસ અને ખાડીના પાળાની મજબૂતીકરણ જેવા મુદ્દાઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું. દુર્ગંધયુક્ત પાણીની સમસ્યા અંગે પણ ચર્ચા થઈ હતી.