This browser does not support the video element.
પુણા: શહેરીજનોને વોટર મીટર બિલમાંથી રાહત,સ્થાયી સમિતિ ચેરમેને કહ્યું,અડધો ઇંચથી વધુ કનેક્શન ધરાવતા લોકોને અપાશે બિલ
Puna, Surat | Aug 29, 2025
કેન્દ્રીય કેબિનેટ જળ શક્તિ મંત્રી સીઆર પાટીલ ની તાકીદ બાદ પાલિકાએ વોટર મીટર બિલ માંથી શહેરીજનોને મોટી રાહત આપી છે.અડધો ઇંચ સુધીના કનેક્શન ધરાવતા લોકોને હવેથી વોટર મીટર બિલ નહી આપવામાં આવશે.જ્યારે અડધો ઇંચથી વધુના કનેક્શન ધરાવતા લોકોને 20 હજારના બદલે 40 હજાર લીટરે વોટર મીટર બિલ આપવામાં આવશે.જ્યારે અગાઉના બિલમાં વ્યાજ સહિત પેનલ્ટી માફ કરવામાં આવી છે.પરંતુ બિલની મૂળ રકમ તો ભરવી પડશે.જે અંગેની જાહેરાત સ્થાયી સમિતિ ચેરમેન રાજન પટેલ દ્વારા કરવામાં આવી.