લીમખેડા નગરમાં વીજ પુરવઠાને વધુ વિશ્વસનીય અને સતત ચાલુ રાખવા માટે મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા રિવાઇઝ્ડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ (RDSS) હેઠળ 11 કેવીની મુખ્ય વીજ લાઈનને અંડરગ્રાઉન્ડ કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કામગીરીની વિધિવત શરૂઆત MGVCL લીમખેડાના નાયબ કાર્યપાલક ઇજનેર આર.એસ. ખંડેલવાલ દ્વારા જેતપુર ગામથી કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટનો હેતુ ચોમાસા અને વાવાઝોડા જેવી પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાત