મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર પુના વલવાડા વચ્ચેથી પસાર થતી ઓલણ ખાડી ઉપર બનાવવામાં આવેલો નવો પુલને અનેક વિઘ્નો નડ્યા હતા જે વિઘ્નહર્તા ગણેશજી ના ઉત્સવમાં જ શરૂ થઈ જતા રાહદારીઓમાં આનંદ છવાઈ જવા પામ્યો છે.ઓલણ નદી ઉપર ના જુના પુલને ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવતા રાહદારીઓ તેમજ કાયમી મુસાફરો ઘણી મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.અને ભારે વાહનોએ 23 કિલોમીટર નો લાંબો ચકરાવો વેઠવાની નોબત આવી હતી.જોકે હવે નવો પુલ શરૂ કરી દેવાયો છે.