દક્ષિણ ગુજરાતના સૌથી મોટા લીલા મરચાના માર્કેટ યાર્ડ, નવસારી માં આ વર્ષે ખેડૂતોને ભારે નિરાશાનો સામનો કરવો પડી રહ્યો છે. અનરાધાર વરસાદને કારણે મરચાનો પાક નિષ્ફળ ગયો છે અને ક્વૉલિટી બગડતાં વેપારીઓએ મોઢું ફેરવી લીધું છે. પરિણામે, ગત વર્ષે જ્યાં મરચાનો ભાવ ₹2000 પ્રતિ 20 કિલો હતો, ત્યાં આ વર્ષે ભાવ ઘટીને માત્ર ₹800 સુધી સીમિત રહ્યો છે. પાકની ગુણવત્તા ઘટતાં ખેડૂતોને નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે અને બજારમાં માજી સ્થિતિ સર્જાઈ છે.