મનગરની જી.જી. હોસ્પીટલમાં ૩૧ ડેટા ઓપરેટરની એકાએક આંતરીક બદલી કરવામાં આવતા તરેહ તરેહની ચર્ચાઓએ જોર પકડયું છે, આઉટ સોર્સીંગ એજન્સીના વર્ષોથી એક જ જગ્યાએ ફરજ બજાવતા કર્મીઓને હોસ્પીટલના અન્ય વિભાગમાં તબીબ અધીક્ષક કચેરીના આદેશથી મુકવામાં આવ્યા છે. પરંતુ જી.જી. હોસ્પીટલમાં આ પ્રકારના ૧૫૦થી વધુ કર્મીઓ ફરજ બજાવતા હોય તેમાંથી જુજની એટલે કે માત્ર ૩૧ની બદલી કરાતા અનેક સવાલો ઉભા થયા છે વળી જે વિભાગોમાંથી કર્મીઓ બદલાયા એમા પણ ભેદભાવની ફરીયાદો ખુદ બદલી પામેલા