વલસાડ જિલ્લા ટ્રાફિક પોલીસે વાપી શહેરના વ્યસ્ત ગુંજન સર્કલ વિસ્તારમાં ખાસ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરી હતી. શહેરમાં નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકોને કાબૂમાં લેવા માટે આ કાર્યવાહી હાથ ધરાઈ. પોલીસએ ખાસ કરીને બ્લેક કાચ લગાવેલા વાહનો અને વગર નંબર પ્લેટવાળા વાહનો પર નજર રાખી. નિયમોનું ઉલ્લંઘન કરતા અનેક વાહનચાલકોને રોકી દંડ ફટકારવામાં આવ્યો.