છોટાઉદેપુર તાલુકાના ઝોઝ સરકારી દવાખાના ખાતે ત્યાંના નર્સિંગ સ્ટાફ તથા ડોક્ટર દ્વારા છેલ્લા 24 કલાકમાં 10 માતાની પ્રસુતિ કરાઈ છે. દરેક માતા તથા તેમનું બાળક સંપૂર્ણ સ્વસ્થ છે. ઉપરાંત દવાખાનામાં બાળકોના ડોક્ટર પણ ઓપીડી સમય મળી રહેતા હોવાથી નાના બાળકોની પણ સારવાર ખૂબ જ સારી રીતે થઈ રહી છે. ઝોઝ દવાખાનાના સ્ટાફની પ્રશંસનીય કામગીરી સામે આવી છે. જેને સૌ કોઈ બિરદાવી રહ્યા છે.