સુરતના પાંડેસરામાં એક યુવાને સગીરાને પ્રેમજાળમાં ફસાવી શારીરિક સંબંધ બાંધ્યા બાદ પુત્રીનો જન્મ થતા તેને તરછોડી ફરાર થઈ ગયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે પાંડેસરા પોલીસે યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પાંડેસરાના બમરોલી રોડ પર આદર્શ નગરમાં રહેતો રાહુલ પ્રમોદ સાહની એપ્રિલ ૨૦૨૪માં તે તેના મિત્રો સાથે ડુમ્મસના દરિયાકિનારે ફરવા ગયો હતો, જ્યાં તેની ઓળખ ૧૭ વર્ષીય સગીરા સાથે થઈ.બંને ઇન્સ્ટાગ્રામ પર મિત્રો બન્યા હતા.