આજરોજ તા. 06/09/2025, શનિવારે બપોરે બે વાગે મળેલી માહિતી અનુસાર આજે ધોળકા ખાતે બલાસ તળાવ અને ચીકલી તળાવ ખાતે ગણેશ વિસર્જન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. ધોળકા નગરપાલિકા દ્વારા બન્ને તલાવો ખાતે ફાયર બ્રિગેડના 24 જવાનો અને 20 તરવૈયા તૈનાત કરવામાં આવ્યા હતા. ભારે હૈયે ભક્તોએ શ્રીજી ને વિદાય આપી હતી. ધોળકા ટાઉન પોલીસ દ્વારા બંને તળાવ ખાતે જરૂરી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.