રાધનપુર શહેરમાં મશાલી રોડ નજીક ગત દિવસો દરમ્યાન મહિલાનું ગટરમાં પડી જવાના કારણે મોત થયું હોવાનો બનાવ સાંમેં આવવા પામ્યો હતો.ટીસરે સમગ્ર બનાવ બાબતે પોલીસે સીસીટીવીના આધારે તપાસ કરતા મહિલાનું મોત રસ્તો ક્રોસ કરતા રિક્ષાના અકસ્માતને કારણે થયાનું સામે આવવા પામ્યું હતું.ત્યારે પોલિસે રીક્ષા ચાલક દિલીપભાઈ પરમારની ધરપકડ કરી હતી તેમજ મૃતક મહિલાના પુત્ર સામે ગુનો છુપાવ્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.