સુરત શહેરના લીંબાયતમાં એક વર્ષ પહેલા થયેલા યુવકના આપઘાત કેસમાં પોલીસે આખરે સ્યુસાઇડ નોટના આધારે કાર્યવાહી કરી છે. પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપવા બદલ એક પરિણીતાની ધરપકડ કરી છે.પરવટ ગામની ગોકુલનગર સોસાયટીમાં રહેતા અમરકાંત જયસ્વાલે એક વર્ષ પહેલા આપઘાત કરી લીધો હતો. તેઓ મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. આપઘાત બાદ તેમના ઘરમાંથી એક સ્યુસાઇડ નોટ મળી હતી, જેમાં તેમણે આ આઘાતજનક પગલું ભરવા પાછળનું કારણ જણાવ્યુ હતુ.