એન.કે. દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ, કિલ્લા પારડી દ્વારા બી.કોમ અને બી.એસસીના વિદ્યાર્થીઓ માટે અદાણી પોર્ટ, મુન્દ્રા ખાતે ૨ દિવસીય ઔદ્યોગિક મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. કુલ ૫૧ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને ઔદ્યોગિક ક્ષેત્રનો નજીકથી અભ્યાસ કરવાનો મોકો મળ્યો.