વડોદરા : બાજવામાં ફરી એક વખત લોકોની કફોડી હાલત થઈ છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી પ્રવેશી ગયા છે.ત્યારે બાજવામાં આસપાસની કંપનીઓ દ્વારા છોડવામાં આવતા પાણીને કારણે બાજવા અને ઉંડેરાનું તળાવ ફાટતા દર વખતે ગામોમાં પાણી ફરી વળતા હોય છે.ત્યારે આજેપણ બાજવાના શંકર સોસાયટી,આંબેડકર નગર,ન્યુ આંબેડકર નગર સહિતના વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ ઉદભવી છે.લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.લોકોને પાણીમાંથી જ પસાર થવાની ફરજ પડી છે.