વલસાડ-ડાંગના લોકસભા સાંસદ શ્રી ધવલ પટેલે “નેશનલ સ્પોર્ટ્સ ડે” તથા “સાંસદ ખેલ મહોત્સવ ૨૦૨૫” અંગે પત્રકાર પરિષદ યોજી વિગતવાર માહિતી આપી. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં મેજર ધ્યાન ચંદજીની જન્મ જયંતિ નિમિત્તે ખેલ મહોત્સવનું આયોજન કરાયું છે. રજીસ્ટ્રેશન ૨૯ ઓગસ્ટથી ૨૦ સપ્ટેમ્બર સુધી રહેશે અને રમતો ૨૧ સપ્ટેમ્બરથી ૨૫ ડિસેમ્બર સુધી યોજાશે. ગ્રાન્ડ ફીનાલે ૨૫ ડિસેમ્બરે શ્રી અટલ બિહારી બાજપાઈજીની જન્મજયંતિએ થશે. કુલ ૧૧ રમતોનો સમાવેશ કરાયો છે...