અમદાવાદમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે, ત્યારે બોપલ વિસ્તારમાં આવેલા રશ્મિ નામના એક કન્સ્ટ્રક્શન સાઇટ પર આજે અચાનક ભૂવો પડતાં આફત જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનાના કારણે બાજુમાં આવેલી સરસ્વતી હોસ્પિટલની દીવાલ ધરાશાયી થઈ ગઈ, અને ત્રણ વાહનો જમીનમાં ખાબકી ગયા.સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી. ઘટના બાદ ફાયરની એક ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.