આજે બુધવારે સાંજે ૫.૩૦ વાગ્યાની આસપાસ ફરિયાદીઓ અને કોંગ્રેસ આગેવાન દ્વારા રજૂઆત કરાઈ હતી. જેમાં અમદાવાદ માધુપુરા પોલીસ સ્ટેશન ખાતે વિસ્તારમાં આવતા આશાપુરી જ્વેલર્સના માલીક ભરતજીમાળી ૨૦૦થી વધારે ગરીબ પરિવારોનું માસિક ધિરાણ તેમજ સોના-ચાંદીના દાગીના લઇને ફરાર હોય જેમાં માધુપુર પોલીસને રજૂઆત કરાઈ હતી. તેમજ પોલીસ દ્વારા જલ્દીથી ન્યાય અપાવવાની બાંહેધરી આપવામાં આવી હતી.