ગાંધીનગર શહેરી વિસ્તારમાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગાંધીનગર શહેરના સેન્ટર વિસ્ટા ગાર્ડન ખાતે અકસ્માતની ઘટના બની છે. અકસ્માત રાત્રી સમયે બન્યા હોવાને કારણે મોટીજાની ધરી હતી.આ અકસ્માતમાં સ્વર્ણિમ પાર્કના બૂમ બેરિયર, લાઇટ પોલ અને પાર્કિંગ બ્લોકને પણ વ્યાપક નુકસાન થયું હતું. અકસ્માત બાદ ચાર લોકો કારની નંબર પ્લેટ કાઢીને ઉદ્યોગભવન તરફ નાસી છૂટ્યા હોવાનું લોકોએ જણાવ્યું હતું. આ મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોધ્યો છે.