મહુવા તાલુકાના મિયાપુર ચાર રસ્તા નજીક બાપા સીતારામ ની મઢુલી ખાતે આજરોજ મહુવા તાલુકા ભાજપ દ્વારા મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ના જન્મ દિવસ નિમિત્તે તા.17 સપ્ટેમ્બર થી 2 જી ઓક્ટોબર 2025 સુધી ચાલનારા સેવા પખવાડિયા કાર્યક્રમની મંડળ શાળા સુરત જિલ્લા ભાજપ મહામંત્રી જીગર નાયક ની વિશેષ ઉપસ્થિતિ માં રાખવામાં આવી હતી.આ પ્રસંગે મહુવા તાલુકાના મંડળ માં આવતા જિલ્લા મોરચાના હોદ્દેદારો હાજર રહ્યા હતા.