બોડરના ગામડાઓમાં કેન્દ્ર સરકાર દ્વારા દર પાંચ વર્ષે કરોડો રુપિયા ની વિકાસ ની ગ્રાન્ટ આપવામાં આવે છે આ વર્ષે કેન્દ્ર સરકાર દ્વારા વાવ અને સુઇગામ ના 19 ગામો માંથી ફકત સાત ગામો ને કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવવામાં આવી છે વાવ સુઇગામ ના 12 ગામો ને બોડર એરીયા ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ ની ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી જેને લઇ ને બોર્ડરના ગામના સરપંચો તેમજ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.