ગાંધીધામમાં રહેતા એક જમીન માલિકે જમીન માપણી વધારો નિયમિત કરવા બાબતનો કલેક્ટરના ચીટનીસની સહીવાળો બોગસ પત્ર અંજાર મામલતદાર કચેરીમાં રજૂ કર્યો હોવાનો બનાવ બહાર આવ્યો છે.બનાવને ગંભીરતાથી લઈ અંજાર મામલતદાર ભગવતીબેન ચાવડાએ તારીખ 12/9/2025 ના કિશોરભાઈ વાલજીભાઈ ભાનુશાલી (અપનાનગર, ગાંધીધામ) વિરુધ્ધ અંજાર પોલીસ મથકે બનાવટી સહીવાળા નકલી પત્રને સાચાં તરીકે રજૂ કરવા સબબ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.