સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે એક મોટી સફળતા મેળવી છે. એક વર્ષથી ફરાર થયેલા બે કુખ્યાત આરોપીઓને રાજસ્થાન અને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડવામાં આવ્યા છે. આ બંને આરોપીઓ, જે સગા ભાઈઓ છે, ૨૦૨૩માં બનેલા એક ચકચારી કિડનેપિંગ અને મર્ડર કેસના મુખ્ય આરોપીઓ હતા.૨૦૨૩માં સુરત ગ્રામ્યના કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ૧૩ વર્ષના બાળકના અપહરણ અને હત્યાનો ચકચારી ગુનો નોંધાયો હતો.આરોપીઓ ગૌતમ યાદવ અને વિનાયક યાદવએ બાળકનું અપહરણ કરી કર્યું હતું.