વલસાડ જિલ્લાના પારડીમાં SOG ટીમે ગેરકાયદેસર ગેસ રીફીલીંગ રેકેટનો પર્દાફાશ કરીને ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે. 4 સપ્ટેમ્બર સાંજે 7 વાગ્યે દીપકવાડી વિસ્તારમાં ગેરકાયદે ગેસ રીફીલીંગ ચાલતું હોવાનું મળતા પોલીસે તાત્કાલિક રેડ કરી હતી. પોલીસે સ્થળ પરથી રાશીદ મોહમ્મદ (32), અયુબખાન રહમતુલ્લાખાન (25) અને એક સગીરને ઝડપી લીધા હતા.