પાટણ જિલ્લાના રાધનપુર અને સાંતલપુરમાં થોડા દિવસ અગાઉ ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે અનેક ગામોમાં મુશ્કેલ પરિસ્થિતિ સર્જાઈ હતી. આ પરિસ્થિતિ વચ્ચે આજે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી રાધનપુર પહોંચ્યા હતા. જ્યાં તેમણે સ્થાનિક લોકો સાથે સંવાદ કરી વરસાદના કારણે પડેલી મુશ્કેલીને સાંભળી આગેવાનો સાથે બેઠક કરી હતી. રાધનપુર અને સાંતલપુર તાલુકામાં વધુ પડતા વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મળ્યો હતો. જે ઉપરાંત જે ગામોમાં નુકસાન થયું હતું