તા. 28/08/2025, નાં રોજ સાંજે 7.15 કલાકે બગોદરા - બાવળા હાઇવે પર કેરાળા ખાતે બ્રિજ પહેલા બે મોટર સાયકલ અથડાતા 4 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. જેમને 108 ઇમર્જન્સી એમ્બયુલેન્સમાં સારવાર માટે બાવળા સરકારી દવાખાને લઈ જવાયા હતા. કેરાળા GIDC પોલીસે અકસ્માતના આ બનાવ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.