કચ્છમાં આવતી અને જિલ્લા બહાર કે રાજ્ય બહાર જતી જુદી-જુદી ટ્રેનમાં સમયાંતરે ચોરી, ચીલઝડપના બનાવો બની રહ્યા છે, આવા બનાવો પર અંકુશ લાવવા માંગ ઊઠી છે. અહીં આવ-જા કરતી કચ્છ એક્સપ્રેસ, ભુજ-બાન્દ્રા સુપરફાસ્ટ, બરેલી એક્સપ્રેસ વગેરે ટ્રેનોમાં વારંવાર ચોરી, ચીલઝડપના બનાવો બની રહ્યા છે. આવામાં ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોમાં ભયનો માહોલ છે. ચોરીના અનેક બનાવ રેલવે પોલીસના ચોપડે ચડેલા છે, જે પૈકી અન