ભારે વરસાદને કારણે, આજે સવારે અંદાજિત સાડા નવ વાગ્યાથી ગાંધીધામ મોડવદર - મીઠીરોહર રસ્તો આગામી સૂચના સુધી તમામ ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યું છે. તંત્ર દ્વારા વિનંતી કરવામાં આવી છે કે તેઓ વૈકલ્પિક માર્ગો અપનાવે અને તે મુજબ મુસાફરીનું આયોજન કરે. કચ્છ જિલ્લામાં ભારે વરસાદના લીધે વિવિધ ૬ જેટલા રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવેલા છે. આ રસ્તાઓ ઉપર અવરજવર ન કરવા જાહેરજનતાને કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ છે.