સોમવારના 10:00 વાગ્યાની આસપાસ બનેલી ઘટના મુજબ દમણ ખાતે રહેતા એક જ વિસ્તારમાં સાત વ્યક્તિઓ સારવાર માટે પરીક્ષામાં વલસાડ આવી રહ્યા હતા. જે દરમિયાન ભગોદ ગામ નજીક આવેલું વૃદ્ધાશ્રમ પાસે ભારે વરસાદના કારણે રીક્ષા ચાલાકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. જેને કારણે રીક્ષા પલટી મારતા સાત લોકોને ઈજાઓ પહોંચી હતી.જેઓને 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. આ અકસ્માતમાં પાંચ મહિલા અને બે પુરુષ હોવાનો સમાવેશ થાય છે.