બિહારમાં કોંગ્રેસ અને RJDના મંચ પરથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વર્ગીય માતા વિશે અપમાનજનક ટિપ્પણી કરવામાં આવી હતી. જે બાદ ભાજપમાં રોષ જોવા મળી રહ્યો છે. સોમવારે માણસા ભાજપ મહિલા મોરચા દ્વારા ધરણાં અને આવેદનપત્ર કાર્યક્રમ દ્વારા વિરોધ નોંધાવ્યો હતો. ઈટાદરા ચોકડીથી મામલતદાર કચેરી સુધી હાથમાં બેનર સાથે રેલી સ્વરૂપે મામલતદારને લેખિતમાં આવેદનપત્ર પાઠવી સખત કાર્યવાહીની માગ કરી હતી.