મોરબી શહેરમાં આજ રોજ ગણપતિ મહોત્સવનું સમાપન થતાં ઠેર ઠેર શોભાયાત્રા નીકળી રહી છે અને ભક્તો ગણપતિ બાપ્પાને ભાવભીની વિદાય આપી રહ્યા છે. ગણપતિ બાપ્પાની મૂર્તિનું વિસર્જન ક૨વામાં આવી રહ્યું છે. ત્યારે મોરબી મહાનગરપાલિકા કા રાજા ગણપતિને વાજતે ગાજતે ભાવભેર વિદાય આપવામાં આવી હતી.