ગાંધીનગરના રાંધેજાનો નરેશ ચેહરજી ઠાકોર રાંધેજાના એસ્સાર પેટ્રોલ પંપ ઉપર નોકરી કરતો હતો. જેણે 15 વર્ષ અને નવ મહિનાની સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. સગીરાને મોબાઇલ ફોન પણ આપ્યો હતો. જોકે, એક દિવસ સગીરા પાસેથી મોબાઇલ મળી આવતા નરેશનો ભાંડો ફૂટ્યો હતો. જે બાબતે સગીરાના પિતાએ નરેશને ઠપકો પણ આપ્યો હતો. બાદમાં ગત. 21 ડિસેમ્બર 2022ના આરોપી નરેશ ચેહરજી ઠાકોર સગીરાને લગ્ન અને દુષ્કર્મ કરવાના ઇરાદે લલચાવી-ફોસલાવીને ભગાડી ગયો હતો. આજે તેને કોર્ટ સજા ફટકારી છે