રાજકોટ: શહેરના મધ્યમાં આવેલું અને કલેક્ટર હસ્તક રહેલું શાસ્ત્રી મેદાન ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. મેદાનની દયનીય હાલતને લઈને એક જાગૃત નાગરિકે વીડિયો વાયરલ કર્યો છે, જેમાં કચરાના ઢગલા અને ગંદકી સ્પષ્ટ જોવા મળે છે. આ વીડિયોએ તંત્રની બેદરકારી પર અનેક સવાલો ઊભા કર્યા છે.