પાટણના સિદ્ધપુરના મુડાણા ગામે પસાર થતી સરસ્વતી નદીમાં બે સગી બહેનો સહિત ત્રણ યુવતી ડૂબી હતી. જેમાં બેના મોત થયા છે.જ્યારે એક યુવતીનો બચાવ થયો છે, જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.મુક્તેશ્વર ડેમમાંથી છોડવામાં આવેલા પાણીના ધસમસતા પ્રવાહમાં ત્રણેય ડૂબી હતી.મુડાણા ગામની રહેવાસી બે સગી બહેનો, સજનાબેન છનાજી ઠાકોર (ઉંમર 19) અને કાજલબેન છનાજી ઠાકોર (ઉંમર 22), તેમની સાથે કાજલબેન વનરાજજી ઠાકોર (ઉંમર 15) નામની એક સગીરા ભેંસો ચરાવવા ગઈ હતી.