હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલુ હોય અને આગામી દિવસોમાં ગણપતિ ઉત્સવ તહેવારની ઉજવણી થનાર હોય વલસાડ જિલ્લામાં જાહેર શાંતિ, સલામતી જળવાઇ રહે તે જરૂરી છે. જેને અનુલક્ષીને અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એમ.ડી.ચુડાસમાએ ગુજરાત પોલીસ અધિનિયમ (સને - 1951) ની કલમ - 37 (1) થી મળેલી સત્તાની રૂએ તા. 3 સપ્ટેમ્બર 2025 સુધી વિવિધ કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.