તારીખ 20/08/2025 અને આજે 21/08/2025 ગુરુવારના રોજ એમ 2 દિવસમાં પોલીસે વિદેશી દારૃ જપ્ત કર્યો. દાહોદ એ ડિવિઝન,બી ડિવિઝન તેમજ દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનના સ્ટાફના કર્મચારીઓને પેટ્રોલીંગ હતા તે દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે પોલીસે રહેણાંક મકાન અને રાહદારી દ્વારા હેરાફેરી કરાતો વિદેશી દારૂ જપ્ત કર્યો.પોલીસે કુલ 17,362 રૂપિયાનો વિદેશી દારૃ જપ્ત કર્યો.પોલીસે 4 ઇસમની અટકાયત કરી 5 વિરુદ્ધ સાંજે 4.10 કલાક સુધીમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.