રાજકોટ જિલ્લાના પડધરી તાલુકા પંચાયત કચેરી ખાતે એક અરજદારે આત્મવિલોપનનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે. જોકે, પોલીસની સમયસૂચકતાને કારણે આ અરજદારનો જીવ બચી ગયો હતો.આ ઘટના આજે બપોરના સમયે બની હતી. પડધરી તાલુકા પંચાયત કચેરીમાં અરજદાર પોતાને ન્યાય ન મળતો હોવાનો આક્ષેપ કરીને પહોંચ્યા હતા. તેમણે અગાઉ પણ અનેકવાર રજૂઆતો કરી હોવાનું જાણવા મળ્યું છે. આજે તેઓ પોતાના હાથમાં પેટ્રોલની બોટલ લઈને આવ્યા હતા અને અચાનક પોતાની જાત પર પેટ્રોલ છાંટીને સળગાવવાનો પ્રયાસ