ભિલોડા ની મુનાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.આ કેમ્પમાં કુલ 13 રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું.કેમ્પ દરમિયાન આરોગ્ય વિભાગના અધિકારીઓ તેમજ સ્ટાફ હાજર રહ્યા હતા અને દાતાઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.રક્તદાન કરનાર યુવાનોને પ્રમાણપત્ર આપીને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે સ્થાનિક લોકોને પણ રક્તદાન માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.