ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા નેશનલ સ્પોર્ટ્સ ડે નિમિત્તે આજે સન્ડે ઓન સાયકલિંગ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. મેરેથોનનો પ્રારંભ સવારે 6:30 વાગ્યે રોટરી ફોરેસ્ટ (રોટરી સર્કલ) ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગા કર્યા બાદ થયો હતો અને મુન્દ્રા સર્કલ સુધી જઈને પરત રોટરી ફોરેસ્ટ ખાતે પૂર્ણ થયો. ત્યારબાદ ભાગ લેનાર સર્વેને કોર્પોરેશન દ્વારા સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું.