વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના માતૃશ્રી વિશે અપમાનજનક શબ્દો હિન્દી ગઠબંધનના મંચ ઉપરથી બોલવામાં આવ્યા હતા જેને લઈ ઈંડિ ગઠબંધનના કોંગ્રેસ આરજેડી સહિતના નેતાઓ દેશની માફી માંગે તેવી માંગ સાથે જુનાગઢ શહેર ભાજપ દ્વારા ધરણા કાર્યક્રમ યોજીને જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી