This browser does not support the video element.
વાંકાનેર: વાંકાનેરના રાતાવિરડા ગામે પગ લપસી જતાં પડી જવાથી માથામાં ઈજા પહોંચતા આધેડનું કરૂણ મોત….
Wankaner, Morbi | Sep 12, 2025
વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામની સીમમાં આવેલ લોનિક્ષ સિરામિક નામના કારખાનાની લેબર કોલોનીમાં રહી મજૂરી કામ કરતા જગન્નાથ રૂહા ડોલમ (ઉ.વ. ૫૧, મુળ રહે. ઓરિસ્સા) નામના આધેડ ગતરાત્રીના કારખાનાની લેબર કોલોનીની બાજુમાં લઘુશંકા કરવા જતી વેળાએ અકસ્માતે પગ લપસી જતાં પડી જતાં માથામાં ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….