બોરસદ ખાતે રવિવારે મહોરમ પર્વની ઉજવણી કરવામાં આવી હતી.મુસ્લિમ બિરાદરોએ સવારે શહેરની મસ્જીદોમાં જઈ યવમે આશુરાની નમાજ પઢી દુઆ કરી હતી બપોર બાદ તાજિયા જુલૂસ કાઢવામાં આવ્યો હતો.યા હુસેન યા હુસેનના નારા સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠયું હતું.મહોરમ પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા આયોજકોએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.